સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 10 જાન્યુઆરીના રોજ સાંજે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો હતો. જોકે, આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાવર શોની મુદ્દત પાંચ દિવસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે 20 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે.