વર્ષ-૨૦૨૩માં સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત દેશના શહેરોમાં સ્વચ્છતાને લઈ સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ.સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત જાહેર કરવામાં આવેલા રેકીંગમાં વોટર પ્લસ સર્ટિફિકેટ સાથે અમદાવાદને એકલાખથી વધુ વસ્તીવાળા શહેરમાં ૧૫મો ક્રમ આપવામાં આવ્યો છે.દર વર્ષે રુપિયા ૯૦૦ કરોડ શહેરમાં સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવતા હોવાછતાં ૧૫મો ક્રમ મળતા વિપક્ષે શહેરને સ્વચ્છ રાખવા પરિણામલક્ષી કાર્યવાહી કરવા અંગે માંગ કરી છે