ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024નું ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે . VVIP મૂવમેન્ટના કારણે એક સાથે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પાર્કિંગને લઈ મોટી સમસ્યા ઊભી થતી હોય છે. વીવીઆઈપીને ગાડી સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તેના માટે ગાંધીનગર પોલીસ દ્વારા ગુજરાત પોલીસ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કરવામાં આવી હતી. કોઈપણ વીઆઈપીને ગેટ ઉપર ઉભા રહી પોતાની ગાડી આવે ત્યાં સુધી રાહ ન જોવી પડે તે રીતની આખી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. RFID ટેગ થકી આ સિસ્ટમ કામ કરે છે