દૂધેશ્વર બ્રિજ પરથી આશરે 30 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટના ઘટતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા રીવર રેસક્યુ ટીમને જાણ કરવામાં આવી અને તેઓએ નદીમાંથી યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો. પરંતુ, યુવકનું મોત થઈ ગયું છે. જોકે, યુવક પાસેથી તેની ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી.