મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં બાકી મિલકતવેરો વસૂલવા માટે ટ્રીગર ઝૂંબેશ અંતર્ગત સીલીંગની કાર્યવાહી કરવામાં આવે છે. શુક્રવારે મધ્યઝોનના શાહપુર વોર્ડમાં રંગીલા ચોકી પાસે આવેલી ધી શાહપુર માધ્યમિક શાળા જે ધોરણ-૧૦ સુધી ચલાવવામા આવી રહી છે.આ શાળાનો રુપિયા 8.99 લાખ જેટલો મિલકતવેરા ભરપાઈ કરવામાં આવ્યો નહી હોવાથી મધ્યઝોન ટેકસ વિભાગની ટીમ શાળા ખાતે પહોંચી હતી.જયાં બાકી ટેકસ અંગેની નોટિસ લગાવવાની સાથે બિલ્ડિંગને સીલ કરી દેવામા આવતા બાળકોને શિક્ષણ લીધા વગર જ પરત ફરવુ પડયુ હતુ.