શહેરના વસ્ત્રાપુર ડ્રાઇવ ઇન રોડ પર લોકો પસાર થઇ રહ્યા હતા ત્યારે સરકારી વસાહત પાસે આવેલા ખુલ્લા પ્લોટ પાસેથી એક યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોકોએ તેની પાસે જઇને જોતા તેને ખૂબ લોહી વહી રહ્યું હતું. જેથી તાત્કાલિક તેને સોલા સિવિલ ખસેડ્યો હતો. બીજીતરફ વસ્ત્રાપુર પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસ પણ તપાસમાં લાગી હતી. પોલીસે તપાસ કરતા મૃતક અજાણ્યો હોવાનું સામે આવ્યું હતું. મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમા એલ.સી.બી. ઝોન-1એ શોધી કાઢ્યો હતો.