ઝીરો વેસ્ટ સિટી તરફ આગળ વધવાના ભાગરૂપે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં ગતરોજ સમાપનના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદાણી ગેસ સહિત 4 કંપની સાથે MOU સાઇન કર્યા છે. જેમાં કચરામાંથી કોલસો બનાવવો, વીજળી ઉત્પન્ન કરવી અને બાયોગેસ પ્લાન્ટ સહિતની ચીજ- વસ્તુઓના ઉત્પાદન કરવામાં આવશે.