નવસારી કલેક્ટર ઓફિસની સામે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના પટાંગણનો એક તરફનો ભાગ બેસી ગયો હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે. નમી પડેલા ભાગ પર લોકો પોતાના દ્વિચક્રિય વાહનો પાર્ક કરે છે. જો આ ભાગની તાત્કાલિક મરામત કરાવવામાં નહીં આવે તો નમી પડેલો ભાગ ખાડીમાં તુટી પડે તેમ છે અથવા તેની જમીન ધસી પડે તેમ છે.