પાટણ શહેરની વિશ્વ વિરાસત રાણીની વાવમાં વર્ષે દહાડે સાડા ત્રણથી ચાર લાખ જેટલા પ્રવાસીઓ આવતા હોવાથી અને પુરાતત્વ વિભાગને કરોડોની વાર્ષિક આવક થાય છે. ત્યારે હવે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 'થ્રી ડી પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઈટીંગનો પ્રોજેક્ટ શરુ કરી શકે છે.