શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રકશન મટિરિયલના વેપારીએ કોરોનાકાળથી ચાલતી મંદીના પગલે થયેલા રૂપિયા અઢી કરોડના દેવામાંથી મુકિત નહીં મળતા તેમજ પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહકલેશથી કંટાળીને ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.