ઉત્તરાયણ પર્વના ત્રણ દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પતંગની દોરીના કારણે બર્ડ રેસ્કયૂના 100થી વધુ કોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ તરફથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવી સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરોની સંખ્યા રહી છે.