ઉત્તરાયણના પર્વ દરમિયાન ગાયને ઘાસ ખવડાવવાના આયોજન અંગે મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્ર તરફથી ઘાસ ઉપરાંત ગોળ પાપડી ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૪૭૦ જેટલા મુલાકાતીઓ દ્વારા ૨૨ હજાર કિલો લીલા-સૂકા ઘાસનું દાન કરવામાં આવ્યુ હતુ.