અમદાવાદના વિવિધ સ્થળે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડા મુકવામાં આવે છે. કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવત્તાવાળા બાંકડા મુકવામાં આવતા હોવાની કોર્પોરેટરોની ફરિયાદ બાદ હલકી ગુણવત્તાવાળા બાંકડા મુકનારા કોન્ટ્રાકટરો સામે વિજિલન્સ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના કેટલાક વોર્ડમાં હલકી ગુણવત્તાવાળા બાંકડા કોન્ટ્રાકટરો દ્વારા મુકવામા આવ્યા હોવાની રજૂઆત કોર્પોરેટરોએ કરી છે.