ભરૂચના ધોળીકુઇ બજાર વિસ્તારમાં આવેલાં બહુચર માતાના ચોક પાસે બે વ્યક્તિ ઉપર થયેલાં હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે. કાઉન્સિલરની ટિકિટ બાબતની રીસ રાખી હુમલો થયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. ઇજાગ્રસ્તની હાલત હાલમાં સારી છે. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. હાલના કાઉન્સિલર અને તેમના મિત્ર ચેતન રાણા તથા માજી કાઉન્સિલર અજય રાણા સાથે બાકડા પર બેઠા હતાં.અને તેમની આંતરિક વાતો કરી રહ્યાં હતાં. તે વેળાં લોકોનું ટોળુ મારો મારોની બુમો પાડતું તેમની તરફ ધસી આવ્યું હતું.