સસ્તું સોનુ ખરીદવાની લાલચમાં રાજસ્થાનના એગ્રોના વેપારી લૂંટાયા હતા.બજાર કિંમત કરતા 25 ટકા ઓછી કિંમતે સોનુ ખરીદવા રાજસ્થાનથી વેપારી ભુજ સુધી આવી ગયા હતા પછી જાળમાં ફસાઈ ગયેલા વેપારીને લૂંટારૂઓએ પોતાનો શિકાર બનાવ્યો હતો,અલગ અલગ જગ્યાએ લઈ જઈ છરીની અણીએ સાત લાખની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ શહેર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચાર લૂંટારૂઓને 2.35 લાખની રોકડ તેમજ ક્રેટા ગાડી સહિત કુલ 14.61 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.