અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે કોપીરાઈટ ભંગની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા કહેવાયું હતું કે, ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત અને તેનું મ્યુઝિકલ વર્ક કાર્તિક પટેલે કર્યું છે. આથી કિંજલ દવે તે ગીત ગાઇ ન શકે અને મીડિયા કંપનીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાંથી તે ગીત હટાવી લેવું જોઈએ. જોકે આ કેસ અંગે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં કિંજલ દવેને 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવા હુકમ કર્યો છે. જો આ પૈસા 7 દિવસમાં ન ચૂકવે તો એક સપ્તાહની સાદી કેદનો આદેશ પણ કોર્ટે કર્યો છે