નરોડામાં વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાટર્સમાં મહિલા પોલીસકર્મીએ કોઇક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. જેમાં મૃતક મહિલા પોલીસકર્મી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આમીમાં નોકરી કરતા પતિ મહેમાનને મૂકવા માટે બસ સ્ટેન્ડે ગયા હતા અને એકલતાનો લાભ લઇને પત્નીએ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. નરોડા પોલીસ અકસ્માતે મોત નોંધીને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ કરી રહી છે