ભાડજમાં રહેતી 5 વર્ષની બાળકી પર અજાણી વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અન્ય બાળકો સાથે ઘરની બહાર રમી રહેલી આ બાળકી એકાએક ગુમ થઈ ગઈ હતી. થોડા સમય બાદ જ્યારે તે પાછી આવી ત્યારે તેને ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતું, સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી શંકાસ્પદોની અટકાયત કરી છે