વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા હતા. જે બાદ વાહનો એક ટ્રકમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવારમાં ત્રણ લોકોમાંથી બે લોકોના મોત થયા છે. તેમજ બે લોકોને ઈજા પહોંચી છે.