અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારીએ વર્ષ-૨૦૨૪-૨૫ માટે રુપિયા ૧૦૯૪ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડ્રાફટ બજેટમાં રુપિયા ૨૭ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.રૂ.૯૪૭ કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચાશે.વિદ્યાર્થી વિકાસ તથા શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ૬૭ કરોડ જયારે શાળા-માળખાકીય સુવિધા પાછળ રુપિયા ૮૦ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે