અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો-ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ઉપરોકત કાર્યવાહીના ભાગ રૂપે કુલ 112 જેટલા એકમો તપાસતાં, 83 એકમોને નોટીસો ઈશ્યુ કરી, રૂ 74,500 દંડ વસુલ કરવા સાથે એકમને સીલ કરવામાં આવ્યા હતા