ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈનનો અમલ કરી સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા દાણીલીમડા,બહેરામપુરા અને નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીઓ અને ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી વેચાતુ અપાશે. ૮૦૦થી વધુ એકમને ટ્રીટેડ પાણી પુરુ પાડવા માટે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ મુકાઈ છે. પાણી આપવા ૧૦૦ કિલોમીટરનુ નેટવર્ક નાંખવા અંદાજે રૂ. ૮૬ કરોડનો ખર્ચ અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. ૫૬૪ કરોડ તથા પાણી સ્ટોરેજ માટે અંદાજે રૂ. ૧૦ કરોડનો ખર્ચ થશે