સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ રિવરફ્રન્ટ પર એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ હબ માટે યોજનાઓનું અનાવરણ કર્યું હતું. 45,600 ચોરસ મીટરના સૂચિત પ્રોજેક્ટમાં વિશાળ ફેરિ વ્હીલ, મનોરંજન પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક આકર્ષણો સહિત સાથે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે. જે માટે દરખાસ્તો/બિડ્સ આમંત્રિત કર્યા હતા. નવેમ્બર 2023માં, SRFDCLએ 45.60 લાખના લઘુત્તમ વાર્ષિક ભાડા અને 30-વર્ષના લીઝ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં વિગતવાર દરખાસ્તો, ડિઝાઇન લેઆઉટ અને રૂ. 75 કરોડના લઘુત્તમ રોકાણની આવશ્યકતા સાથે ઓફરો મંગાવી હતી. બે મહિના બાદ માત્ર ઇમેજિકાએ ઔપચારિક બિડ સબમિટ કરી હતી.