મોઢેરા મુખ્ય કેનાલમાંથી નીકળતી મીઠીઘારીઆલ પેટા કેનાલ-2ના રિપેરિંગ પાછળ ચાણસ્મા નર્મદા વિભાગ દ્વારા રૂ.45 લાખનો ખર્ચ કરાયો છે. પરંતુ, કેનાલ બન્યાના માંડ ત્રણ મહિના થયા છે ત્યાં કેનાલની બંને બાજુની દીવાલોમાં તિરાડો પડી જતાં કામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે. સ્થાનિક ખેડૂતોએ કેનાલના કામની વિજિલન્સ તપાસ માટે માંગ કરી છે.