અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષનો વાર્ષિક ઓડિટ અહેવાલ સ્ટેન્ડિંગ કમિટિમાં મુકવામાં આવ્યો હતો.અહેવાલમાં વેપારી અને કોન્ટ્રાકટરની એડવાન્સીસની ઉધાર બાકી રુપિયા ૧૨૮.૭૯ કરોડ તથા અગાઉથી ચુકવેલ રુપિયા ૧૦.૬૫ કરોડ મળી રુપિયા ૧૩૯ કરોડની રકમ કયાં ખર્ચાઈ તેનો હિસાબ મળતો નથી.જે તે ખાતા દ્વારા સમયસર જમા ખર્ચી કરાવવામાં આવતી નથી.ત્યારે કોર્પોરેશન બુકસમાં જે તે સમયનો સાચો ખર્ચ પાડવામાં આવતો નથી તેવુ કહી શકાય એવી ગંભીર નોંધ મ્યુનિસિપલ ચીફ ઓડિટરે મુકી છે