24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વિની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરાશે. એજ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વિની પંચાયતનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત બાલિકા સામાન્ય સભા યોજાશે.