સરથાણા નેચર પાર્ક સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત પ્રાણી સંગ્રહાલય છે . ૮૧ એકર વિસ્તારને આવરી લેતું આ રાજ્યનું સૌથી મોટું પ્રાણી ઉદ્યાન છે. અને ગુજરાતનાં સૌથી જૂનાં પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનો પૈકીનું એક છે. પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ઈ. સ. ૧૯૮૪ના સમયમાં કરવામાં આવી હતી, જે દક્ષિણ ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય અને ગુજરાતનું પ્રથમ સંવર્ધન કેન્દ્ર છે. પ્રાણી સંગ્રહાલય ખાતે સફળતાપૂર્વક સિંહ, શાહી બંગાળ વાઘ, હિમાલયન રીંછ અને સફેદ મોરનો ઉછેર કરવામાં આવ્યો છે.