CID ક્રાઇમે ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ અ1ને સીમકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કરી રૂ. 11 કરોડના વ્યવહારો ઓળખી કાઢ્યા છે. આ સ્કેમમાં CID ક્રાઇમે કુખ્યાત ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા અને તેના સાગરિતો સહિત કુલ સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ તમામ ટોળીએ ગરીબ અને અભણ લોકોને કેટલાક પ્રકારની લાલચો આપીને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને તેમના નામે અથવા તો કંપનીઓ ખોલીને તે નામથી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેનો ઉપયોગ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે થતો હતો. તેવા લોકોના ડોક્યુમેન્ટ્સના આધારે સીમકાર્ડ પણ લેવામાં આવ્યા હતા.