અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત મામલે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મંગળવારે તમામ સાત ઝોનમાં બાકીદારોની કુલ મળીને ૯૯૮૮ મિલકત સીલ કરી રુપિયા ૧૧.૪૧ કરોડની આવક મેળવવામાં આવી હતી. પશ્ચિમઝોનમાં સૌથી વધુ ૯૨૪૭ મિલકત સીલ કરી રુપિયા ૬.૨૬ કરોડની વસૂલાત કરાઈ હતી.