મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘સ્મૃતિવન, અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક’ કોફી ટેબલ બુકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કોફી ટેબલ બુકમાં ભૂકંપ પીડીતોની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ભુજીયા ડુંગર ખાતે તૈયાર કરવામાં આવેલ સ્મૃતિવન સહિત ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને કચ્છના પુનઃનિર્માણ તેમજ ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.