ઊંઝા ખાતે આંગડીયા પેઢી ધરાવતા વિસનગરના વેપારી શુક્રવારના રોજ માંડી સાંજે ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન વાલમ આશ્રમ નજીક નર્મદા વોટર પ્લાન્ટ પાસે મોઢુ બાંધીને બાઇક ઉપર આવેલા ત્રણ શખસોએ વેપારીના બાઇકને લાત મારી નીચે પાડી દીધી હતી. બાઇકના હુકમાં ભરાવેલા 1.77 લાખ ભરેલા થેલાની લૂંટ કરી અજાણ્યા ત્રણ શખસો બાઇક મુકી ફરાર થઇ જતાં પોલીસે ફરિયાદને આધારે અજાણ્યા ત્રણ શખસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.