ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સંચાલિત માતૃગયા તીર્થ સિદ્ધપુર-પાટણમાં આવેલું છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતા શ્રદ્ધાળુઓ માતૃગયા શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે . શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે કોઇ અગવડ ન પડે તે હેતુથી બોર્ડ દ્વારા 'ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ' પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઇચ્છતા લોકો સ્થળ પર અથવા વેબ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. બિંદુ સરોવરનું 70 કરોડના ખર્ચે પુનઃનિર્માણ થયું છે