ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં સરબેરા ઓડોલમ નામનું ઝેરી વૃક્ષ થાય છે જેને સ્યુસાઇડ ટ્રીનું ઉપનામ મળ્યું છે. આ વૃક્ષ દેખાવમાં એકદમ લીલું અને આકર્ષક લાગે છે તેટલું જ ખતરનાક છે .તેના ફળ,ફૂલ,પાન ઉપરાંત બીજમાં સરબેરીન નામનું તત્વ ઝેરી તત્વ હોય છે જેને ખાવાથી માણસનું તરત જ મુત્યુ થાય છે. આ ઉપરાંત કોઇ દવા અને સારવાર પણ અસર કરતી નથી.જાણે કે ઝેરનું ઇન્જેકશન આપવામાં આવ્યું હોય તેવી શરીરમાં પ્રક્રિયા કરે છે. મેડિકલ તપાસમાં પણ ખ્યાલ આવતો નથી. રાવણબેલ વૃક્ષ (હિપ્પોમેન મેન્ચિનેલા ટ્રી) કપરાડા તાલુકાના અરણાઇ ગામે રામ સીતામંદિરના પટાંગણમાં પણ જોવા મળ્યુંછે. તેમજ એક વૃક્ષ વડોદરાના કમાટીબાગમાં છે.