GMERS મેડિકલ કોલેજના તબીબોને સ્ટાઈપેન્ડ ઉપર ગુજરાત સરકારે કાપ મુક્યો છે. જેને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવેલી 11 જેટલી GMERSની મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ ઉપર કાપ મુક્તા વલસાડ સહિત રાજ્યની GMERS મેડિકલ કોલેજના તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં સૌથી વધુ વલસાડ મેડિકલ કોલેજ ખાતે 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે.