નવસારી કલેકટર કચેરીમાં પૂર્વ સરકારી કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસ
નવસારી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ભરૂચની DILR ઓફિસના ટર્મીનેટેડ પૂર્વ ઇન્કવાયરી સર્વેયરેએ આત્મ વિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. દાઝી ગયેલા કર્મચારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડી પ્રાથમિક સારવાર શરૂ કરી છે.