ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારના સર્પાકાર માર્ગો, ઊંચા પહાડો, ઊંડી ખીણો અને દુર્ગમ વિસ્તારમાં માર્ગ અકસ્માતને રોકી પ્રજાકીય જાનમાલને થતા નુકસાનને અટકાવવા માટે, વાહન વ્યવહાર વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં વાહન ચલાવવું મુશ્કેલ હોય છે. ત્યારે અનુભવી અને કાબેલ ચાલકો દ્વારા જ અહીં ડ્રાઇવિંગ કરાય તે ઈચ્છનીય છે.