દાનહના ખાનવેલ ગામની પદમાવતી સોસાયટીના સ્થાનિકોને શંકા જતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક ગૌતસ્કરો ગૌવંશને બેભાન કરી ઉઠાવી જતા નજરે પડયા હતા. ત્યારબાદ સોસાયટીના રહીશોએ ખાનવેલ પોલીસને બનાવની જાણ કરી હતી. ચારથી વધુ વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધી વગર નંબરના પીકઅપ ટેમ્પો લઈને આવે છે અને જ્યાં ગાયનું ટોળું હતું ત્યાં આવી પહેલા એને ખાવાનું આપવાના બહાને ઇન્જેક્શનમારતા નજરે ચડે છે.