ઔડા દ્વારા અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના કુલ છ પ્લોટનું ઈ-ઓકશન હાથ ધરવામાં આવ્યુ હતુ.આ પૈકી રહેણાંક હેતુ માટેના બે તથા કોમર્શિયલ હેતુ માટેના એક પ્લોટનુ ઈ-ઓકશન થઈ શકયુ હતુ.ત્રણ પ્લોટની હરાજીથી ઔડાને અંદાજે રુપિયા ૧૭૫ કરોડની આવક થવાનો અંદાજ છે. જયારે બાકી રહેલા ત્રણ અન્ય પ્લોટના ઈ-ઓકશન માટે આગામી સમયમાં ઔડા તરફથી નવેસરથી પ્રયાસ કરવામાં આવશે