અમદાવાદ મ્યુનિ.ની મળેલી બોર્ડ બેઠકમાં મ્યુનિ.તંત્રે શરુ કરેલી બાકી મિલકતવેરો વસૂલવા માટેની ઝૂંબેશ ઉપરાંત મ્યુનિ.ના રુપિયા ૧૩૯ કરોડના ખર્ચનો હિસાબ નહીં મળવા સહિતના મુદ્દે વિપક્ષ તરફથી તંત્ર અને શાસકપક્ષ ઉપર આકરા પ્રહાર કરાયા હતા.સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડી નદીને પ્રદૂષિત કરનારા એકમો પૈકી એકપણ એકમ સામે હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ કરાઈ નથી એવો પણ વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો હતો. વધુમાં વિપક્ષે કહ્યું હતું કે, વિપક્ષ સામે એક નહીં દસ પોલીસ ફરિયાદ કરશો તો પણ લોકોના પ્રશ્નો મામલે વિપક્ષ લડત ચાલુ રાખશે