વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એક વર્ષથી વિના લાયસન્સ ત્રણ સ્પોટ ઉપર બોટીંગ ચાલતુ હોવા છતાં મ્યુનિ.તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે આક્ષેપ કરતા તંત્ર અને શાસકપક્ષે મૌન ધારણ કરી લીધુ હતુ. નોંધનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે