રસ્તે રઝળતાં ઢોર, ગેરકાયદે પાર્કિગ, ટ્રાફિકની સમસ્યા અને બિસ્માર રોડ અંગેની હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ્ટ પિટીશનની સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદે પાર્કિગ અને ફૂટપાથ પર દબાણોની સ્થિત અંગે ચિંતા વ્યકત કરી હતી. અદાલતે પોલીસ અને મ્યુનિ.સત્તાવાળાને કહ્યુ હતું કે, કોઈ પણ સંજોગોમાં ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદે પાર્કિગ અને ફૂટપાથ પર દબાણો દૂર કરવા બાબતે હાઇકોર્ટે અગાઉ જારી કરેલા ચુકાદાઓનું પાલન કરવું પડશે.