રાજય સરકાર દ્વારા વહીવટીકારણોસર 8 પ્રભારી સચિવોને બદલવામાં આવ્યા છે. જૂનાગઢમાં મનિષ ભારદ્વાજની જગ્યાએ,બંછા નિધિ પાની, બનાસકાંઠામાં વિજય નહેરાની જગ્યાએ હારિત શુકલ, વલસાડમાં કે. એમ. ભીમજીયાણીની જગ્યાએ રેમ્યા મોહન, નર્મદામાં એમ.એ.ગાંધીની જગ્યાએ સંદીપ સાંગલે, છોટાઉદેપુરમાં હારિત શુકલાની જગ્યાએ પ્રવિણ સોલંકી, તાપીમાં પી.સ્વરૂપની જગ્યાએ મિલિંગ તોરવણે, ગાંધીનગરમાં મિલિંગ તોરવણેની જગ્યાએ પી.સ્વરૂપ તેમજ દેવભૂમિ દ્વારકામાં પી.કે.સોલંકીની જગ્યાએ એમ.એ.પંડયાની નિમણુંક કરવામાં આવી છે.