38 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ. આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે છ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજર આવશે.અગાઉ 1985માં ડબલડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી.પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે