ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસે એક સિસ્ટમની શરઆત કરાવી છે. જે 'ઓટો જનરેટ ડેટ સિસ્ટમ' થકી દરેક કેસને ફટાફટ તારીખ મળી જાય અને કેસનો નિવેડો આવે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા છે. તેમાં 20-30 વર્ષ જૂના પણ કેસને તારીખ મળી રહી છે.