પાલિકાના ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, હવે સ્વાદરસિયા નાગરિકો માટે ફૂડ ફેસ્ટિવલ યોજવાનુ નક્કી કરાયું છે. ૮મી માર્ચથી ૧૦મી માર્ચ સુધી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે.શહેર, રાજ્ય અને દેશમાંથી જાણીતા શેફ પણ ખાસ ઉપસ્થિત રહેશે અને તેમની મનપસંદ વાનગી બનાવી નાગરિકોને ચખાડશે.બપોરે બાર વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલનારા ફૂડ ફેસ્ટિવલમાં એક સાથે ૫૦૦-૬૦૦ નાગરિકો લંચ-ડિનર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ લાઇવ કલ્ચરલ તથા મ્યુઝિક પોગ્રામનો આનંદ લઇ શકાશે.