પોલીસને બાતમી મળી હતી કે કાલુપુર પાંચ ખડકીમાં રહેતો અઝીમ શેખ ઇ-સિગારેટનો જથ્થો લઇને ગાંધી રોડ વલંદાની હવેલી પાસેથી પસાર થવાનો છે. જેના આધારે તેને 50 ઈ-સિગારેટ સાથે ઝડપી લીધો હતો. જે જથ્થો વલંદાની હવેલી પાસે સોસાયટી, મેઘાણીનગરની અરિહંત કિચન નામની દુકાનમાંથી ખરીદીને લાવ્યો હતો. જે બાદ પોલીસે મનોજ લખવારાની દુકાનમાંથી રૂપિયા નવ લાખની કિંમતની 628 જેટલી ઈ-સિગારેટ મળી આવી હતી. જે કિચન શોપની આડમાં સમગ્ર શહેરમાં સપ્લાય કરતો હતો.