ગાંધીનગર મહાનગરપાલિકાને આર્થિક નુકસાન ન જાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઉંચા ભાવના 4 ટેન્ડરો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ સૌથી મોટી રકમનું અને 16.14 ટકા ઊંચુ હોવા છતાં મોડેલ રોડનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે. મોડેલ રોડ પાછળ મહાનગરપાલિકા 183 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.