વલસાડમાં વાપી ખાતે જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ દરમ્યાન દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું. જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક મંત્રીના હસ્તે કલેકટરને અર્પણ કરાયો હતો.