વિધાનસભાને ડિજીટલાઇઝ કરવાના ભાગરૂપે તમામ ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાને પણ ડિજીટલ બનાવવાની જાહેરાત મેયર દ્વારા કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટેબલેટ ખરીદી માટેની મંજૂરી આપવામાં આવી છે. 16.19 લાખના ખર્ચે સેમસંગ કંપનીના 44 ટેબલેટની ખરીદી કરવામાં આવશે.