અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આંગણવાડીમાં હવે નકલી બાળકોનું કૌભાંડ સામે આવ્યું છે. નારણપુરા વિસ્તારમાં ચામુંડા નગર વસાહતમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર મિત્તલ દેસાઈએ ખોટી રીતે બાળકો દર્શાવવા સોશિયલ મીડિયામાંથી બાળકોના ફોટા લઈ પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે 10 બાળકો બહારના વિસ્તારના છે. તેમજ રાશનકીટ પણ મેળવી સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ખરેખર આ બાબતે ગંભીરતા દાખવી સમગ્ર રાજ્યમાં તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે.